હાલોલ જી.આઈ.ડી.સી.માં આવેલ મારુતિ કોટશુ સિલિન્ડર લિમિટેડ કંપની ઉપર 100 ઉપરાંત સ્થાનિક કામદારો હડતાલ તેમજ પ્રતીક ઉપવાસ આંદોલન પર : હાલોલ કોંગ્રેસનો ટેકો મળતા નવા-જૂનીના એંધાણ.

હાલોલ G.I.D.C વિસ્તાર મા આવેલ મારુતિ સિલિન્ડર કંપનીએ તારીખ : 23/03/2017 ના રોજ. ક્લોઝર નોટિસ આપ્યા વગર કંપનીને લોકઆઉટ કરવામાં આવી હતી ત્યાં કામ કરતા કામદારોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

વધુમાં કામદારોના જણાવ્યા મુજબ કંપની દ્વારા કર્મચારીઓનું પી.એફ 2013 થી કાપવામાં આવતું હતું.. તેના પણ રૂપિયા મળેલા ન હતા.જેટલા કામદારોને છૂટા કરેલા છે તેઓનો સંપૂર્ણ હિસાબ ગ્રેજ્યુટી, પી.એફ, સહિતના ચાર -પાંચ પગાર ની પણ ચુકવણી કંપની દ્વારા કરવામાં આવેલ નથી તેમનો હિસાબ પણ કરેલ નથી.વધુમાં કંપની દ્વારા એમ કહેવામાં આવે છે કે મેનેજમેન્ટ બદલાઈ ગયું છે.. પણ મેનેજમેન્ટ બદલાય તે પહેલા કર્મચારીઓનો હિસાબ કરવાનો હોય તે પણ કંપની દ્વારા કરેલ નથી વધુમાં તે જ નામથી કંપની હમણાં નવા કામદારોને કામ ઉપર રાખી કામકાજ કરાવે છે. અને જૂના કામદારોને નોકરીમાં લેવાની ના પાડે છે .આ કામદારો ઉપર અત્યાચાર ભર્યું વર્તન કહી શકાય.. આ વિષય ઉપર લેબર કમિશનર, સ્થાનિક તંત્ર, અને સરકાર કેમ મૌન છે તે વિચારવાનો વિષય છે.કંપની મેનેજમેન્ટ કોઈપણ વાટાઘાટો કરવા પણ તૈયાર નથી.ના તો હિસાબ આપવા તૈયાર છે,કે નોકરી ઉપર પણ લેવા તૈયાર નથી. 117 કામદારો માંથી ૧૫ જેટલા કામદારો તો મૃત્યુ પામ્યા છે. અને બીજા પણ પોતાની આર્થિક પરિસ્થિતિથી થાકી ગયા છે. જો આવા સમયમાં કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો જિમ્મેદારી કોની રહેશે??કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કામદારોના રૂપિયા રેવન્યુ રાહે વસુલાત કરવા નો આદેશ હોવા છતાં અધિકારીઓ કામદારોને છેલ્લા ઘણા વર્ષોથી ગોળ ગોળ ફેરવે છે.ગરુવારના રોજ આ વિષય ઉપર કામદારોને હાલોલ વિધાનસભા કોંગ્રેસનું સમર્થન મળતાં આ મુદ્દો હવે ઉગ્ર આંદોલન તરફ વળી રહ્યો હોય તવું દેખાઈ રહ્યું છે.અને કોંગ્રેસે પણ કામદારોને ન્યાય અપાવવા આગળની તજવીજ હાથ ધરી છે.કોંગ્રેસના ગુરુરાજસિંહનું એ પણ જણાવ્યું હતું કે.જો આવી રીતે બધી કંપનીઓ આ રીતે જ પોતાનો મેનેજમેન્ટ બદલી નાખશે અને કામદારોને પોતાના હક ના રૂપિયા આપે નહીં તો આ કામદારો ન્યાય મેળવવા ક્યાં જશે?? અને કામદારોના હિસાબ પહેલા આ કંપનીઓ કઈ રીતે વેચી શકાય તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે.આ વિષય ઉપર પણ કાયદો ગઢવો જોઈએ તેવી માંગ પણ કરેલ હતી.અને આગામી સમયમાં કામદારો સાથે ખભે ખભા મિલાવી ન્યાય આપવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરવાની પણ વાત કરેલ હતી.હાલોલ જી આઈ ડી સી વિસ્તારમા આવેલ મારુતી સિલિન્ડર કંપનીના કામદારોની ન્યાયની લડત સાથે કોંગ્રેસ આગેવાન કાર્યકર્તાઓ ગુરુરાજસિંહ તથા હીમાંનશુ ભાઈ તથા હિતેન્દ્રસિંહ ચૌહાણના સાથ સહકાર થકી કંપનીના કામદારોને સાથે રાખી ન્યાય અપાવવાની તૈયારીઓ દર્શાવેલ છે. મહેન્દ્રસિંહ સોલંકી.હાલોલ