પંચાયત મંત્રી દ્વારા શિક્ષકનું સન્માન કરાયું

બાલાસિનોર,દાહોદ જિલ્લામાં શિક્ષકની ફરજ બજાવતા ગોપાલદાસ વિઠ્ઠલદાસ સેવક દ્વારા સદીના મહાનાયક અમિતાભ બચ્યન સાથે કોન બનેગા કરોડપતિના પ્રશ્નોનો જવાબ આપી. દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના શિક્ષકોનું સન્માન વધાર્યું છે. ત્યારે દેવગઢ બારીયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.