સુરતમાં આજે PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થવાનું છે. આ પહેલા NCP નેતા શરદ પવારે મોટો આરોપ લગાવ્યો છે. NCP વડા શરદ પવારે કહ્યું કે, સત્તામાં રહેલા લોકોમાં દેશ વિશે વિચારવાની શક્તિ નથી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન સુરતમાં ડાયમંડ બિઝનેસનું ઉદ્ઘાટન કરશે. પહેલા હીરાનો વેપાર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં થતો હતો, હવે તેને અહીંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યો છે.
PM મોદી રવિવારે એટલે કે આજે 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બોર્સ (SDB) બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે, જેને વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. તે મુંબઈના ઘણા હીરાના વેપારીઓની ઓફિસ પણ ધરાવે છે. મહારાષ્ટ્રના રાયગઢમાં એનસીપીના વડા શરદ પવારે કહ્યું, ‘જે લોકો આજે સત્તામાં છે તેમની પાસે દેશ વિશે વિચારવાની શક્તિ નથી.
NCP વડા શરદ પવારે કહ્યું કે, વડાપ્રધાન સુરતમાં ડાયમંડ બિઝનેસનું ઉદ્ઘાટન કરશે. પહેલા હીરાનો વેપાર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં થતો હતો, હવે તેને અહીંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યો છે. આ માર્કેટને કારણે લાખો લોકોને રોજગારી મળી છે. જો હીરાનો વેપાર સુરતમાં જશે તો સ્થાનિક લોકો તેમની નોકરી ગુમાવશે.
NCP વડાએ કહ્યું, નૈના પ્રોજેક્ટ (નવી મુંબઈ એરપોર્ટ ઈમ્પેક્ટ નોટિફાઈડ એરિયા) નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી પ્રભાવિત વિસ્તારમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ખેતીની સાથે ખેડૂતોના રોજગારના સાધનો પણ છીનવાઈ રહ્યા છે.
મહત્વનું છે કે, આજે સુરત ડાયમંડ બુર્સ (SDB) બિલ્ડિંગ ડાયમંડ રિસર્ચ એન્ડ ટ્રેડ (ડ્રીમ સિટી)નો એક ભાગ છે. SDB અધિકારીઓએ જણાવ્યું કે, PM મોદી તેમના આગમનના એ જ દિવસે સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે. SDB બિલ્ડિંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે. તે સુરત શહેર નજીકના ખાજોદ ગામમાં છે. ઉદ્ઘાટન બાદ PM મોદી SDB ભવન પાસે એક વિશાળ સભાને સંબોધિત કરશે.