દર્શકો સ્ટાઈલિશ સ્ટાર અલ્લુ અર્જુનને ખૂબ જ પસંદ કરી રહી છે. સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનના ફેન ફોલોઈંગ ઉત્તર ભારતમાં પણ છે. અલ્લુ અર્જુને હાલમાં એક એવું કામ કર્યું છે, જેથી તે અન્ય એક્ટર્સ માટે ઉદાહરણ બની ગયા છે.
ફેન્સ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ ‘પુષ્પા 2’ તગડી કમાણી કરનાર ફિલ્મ સાબિત થશે. અલ્લુ અર્જુને ફિલ્મ ‘પુષ્પા 2’ માટેની ખૂબ જ મોટી બ્રાન્ડ ડીલ રિજેક્ટ કરી દીધી છે.
રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુને ફિલ્મ ‘પુષ્પા 2’ માટેની ખૂબ જ મોટી બ્રાન્ડની ડીલ રિજેક્ટ કરી દીધી છે. અલ્લુ અર્જુન ફિલ્મ ‘પુષ્પા 2’માંથી કોઈપણ ખોટી આદત એંડોર્સ કરવા માંગતા નથી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુને રાઉડી પાત્ર ભજવ્યું છે, પરંતુ કેટલીક લાઈન્સ એવી છે, જે તોએ પાર કરવા માંગતા નથી.
અલ્લુ અર્જુને ક્યારેય પણ તમાકુ, ગુટખા અને શરાબની બ્રાન્ડ એંડોર્સ કરી નથી. રિપોર્ટ્સ અનુસાર ફેમસ શરાબ અને પાન બ્રાન્ડ મેકર્સે એડ પ્લેસમેંટ માટે અલ્લુ અર્જુનનો સંપર્ક કર્યો હતો. ફિલ્મમાં જ્યારે પણ પુષ્પા શરાબ અને ગુટખાનું સેવન કરતો તે સમયે આ બ્રાન્ડનો લોગો ફ્રેમમાં આવ્યો હોત.
આ ડીલ માટે બ્રાન્ડ તરફથી 10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને આ ઓફર રિજેક્ટ કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કેસ અલ્લુ અર્જુન આ પ્રકારની ખોટી આદત એંડોર્સ કરવા માંગતા નથી.
ફિલ્મ ‘પુષ્પા’ની સફળતા પછી ટીવી કોમર્શિયલ માટે આ પ્રકારની પ્રોડક્ટનું એંડોર્સમેંટ કરવા માટે ઓફર કરવામાં આવી હતી. અલ્લુ અર્જુને આ ઓફર પણ રિજેક્ટ કરી દીધી હતી. અલ્લુ અર્જુનની ટીમે જણાવ્યું કે, તેઓ ક્યારેય પણ તમાકુ ખાતા નથી અને ફેન્સમાં પણ આ આદત એંડોર્સ કરવા માંગતા નથી.