દાહોદ,દાહોદ શહેરની મેઘદુત સોસાયટીમાં ચોરીના ઈરાદે આવેલ ચાર અજાણ્યા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી મકાનની બારીના સળીયા તોડી અંદર પ્રવેશ કરતાં તે વેળાએ ઘરમાં ઉંઘી રહેલ ઘર માલિક સહિત પરિવારના સદસ્યો જાગી જતાં ચોરોનો પ્રતિકાર કરતાં ચોરોએ એકને માથાના ભાગે હથોડો મારી લોહીલુહાણ કરી મકાનમાંથી સોનાના દાગીના, રોકડા રૂપીયા, લેપટોપ, મોબાઈલ ફોન વિગેરે મળી લાખ્ખોની ચોરી કરી નાસી જતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ચોરોએ આ વેળાએ સોસાયટીના અન્ય મકાનોને બહારથી સ્ટોપર મારી નાસી ગયાં હતાં ત્યારે ઘટનાને પગલે મોડી રાત્રીએ પોલીસ કાફલો સોસાયટી તરફ દોડી જઈ તસ્કરોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.
દાહોદમાં એક ચકરી બનાવ સામે આવ્યું છે જેમાં ગતરોજ મધ રાત્રે સાત જેટલા તસ્કરો દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત મેઘદૂત સોસાયટીમાં ચોરીના ઇરાદે પ્રાતક્યા હતા. જેમાં ચાર જેટલા તસ્કરોએ એક મકાનની બારીના બહારથી સળીયા કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજાર આપે તે પહેલા મકાનમાં સૂઈ રહેલા સંકેત શાહ નામક વ્યક્તિ જાગી જતા અને તસ્કરોનો પ્રતિકાર કરતાં તસ્કરોએ સંકેત શાહના માથામાં હથોડા વડે હુમલો કરતા બુમાબૂમ થઈ હતી. આ દરમિયાન ચારે તસ્કરો સંકેત શાહના બેડરૂમમાંથી લેપટોપ બે મોબાઈલ ફોન, રોકડ સિલક, તેમજ સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા હતા. તસ્કરોના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સંકેત શાહને તાબડતોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ જવા પામી હતી. જોકે આ ઘટનાની દાહોદ પોલીસને કરાતા એએસપી વિશાખા જૈન તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ નો ધમધમાટ આરામ કર્યો છે. અત્રે ઉલ્લેખની છે કે ચોરી કરવા આવેલા કસરો હોય સોસાયટીના અન્ય મકાનોને બહારથી બંધ કરી દીધા હતા. જોકે આ વિસ્તારમાં ટૂંકાગાળામાં ચોરીની ત્રીજી ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ આ બનાવમાં બીજા ગ્રસ્ત બનેલા સંકેત સા હાલ સ્વસ્થ છે. આ સમગ્ર ઘટનાને લઇ દાહોદ પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભર શિયાળે ચોરોએ ચોરીને અંજામ આપતાં સોસાયટી સહિત દાહોદ શહેરમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવા માટે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.