ડેડીયાપાડા ધારાસભ્યના રિમાન્ડ માંગણી અરજીમાં ઢોંગી શબ્દ વાપરતાં દાહોદ આપ પાર્ટી દ્વારા વખોડવામાં આવ્યું

દાહોદ, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રિમાન્ડ માંગતી અરજીમાં પોલીસે ચાલક અને ઢોંગી શબ્દ વાપરતા આમ આદમી પાર્ટી, દાહોદ દ્વારા વિશ્રામ ગૃહ ખાતે પ્રેસ કોમ્ફરેન્સ યોજી આ શબ્દોને શખ્તમાં શખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યાં હતાં.

તા.16.12.2023 શનિવારના રોજ દાહોદના વિશ્રામ ગૃહ ખાતે આમ આદમી દ્વારા દાહોદના વિશ્રામ ગૃહ ખાતે પ્રેસં કોમ્ફરેન્સ યોજાઈ જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજ માટે સતત લડતા અને આદિવાસી સમાજમાંથી આવતા એવા ચૈતર ભાઈ વસાવાંની કોર્ટમાં રિમાન્ડ માગતી અરજીમાં પોલીસ દ્વારા લખવામાં આવ્યું છે કે આ કામના આરોપી ઢોગી છે અને આવા સંવિધાનિક પદ પર બેઠેલા ધારાસભ્ય માટે આવા શબ્દો વાપરવામાં આવતા ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટીમાં નારજગી જોવા મળી છે જેને લઈ આવા શબ્દ પોલીસ દ્વારા વાપરવામાં આવતા આવા શબ્દોને વખોડી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા વિરોઘ નોંધાવ્યો જેને લઈ આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદના વિશ્રામ ગૃહ ખાતે પ્રેસ કોમ્ફરેન્સ યોજી આવા શબ્દોનો વિરોધ સાથે ભારે નારાજગી પણ દર્શાવી હતી.