મલેકપુર, મેવાડના રાજા રાણા મહારાણા પ્રતાપ શ્રીના કુલગોર તરીકે પ્રસ્થાપિત થયેલા મેવાડના નાગદા ગામના ત્રિવેદી મેવાડા સમાજના બ્રાહ્મણો મહારાણા પ્રતાપના શાસન બાદ ગુજરાતમાં સ્થાળંતર થઇ વસ્યા હતા. ઘણા વર્ષો બાદ મેવાડના આ બ્રાહ્મણો પોતાના માદરે વતન રાજસ્થાન સ્થિત ઇષ્ટદેવ એકલિંગજી. કૈલાશપુરી ખાતે આગામી 24/12/2023ના રોજ કુળદેવી કાત્યાંયની માતાજીનો 111 શતચંડી યજ્ઞ કરીને પૂર્વજોને ઋણાજંલી આપવા તેમજ જ્ઞાતિ ના કલ્યાણ માટે સુંદર કાર્ય કરી રહ્યા છે. આ મહાયજ્ઞમાં ગુજરાત અને ગુજરાત બાર વસતા ત્રિવેદી મેવાડા સમાજ અને ભટ્ટ મેવાડા સમાજના હજારો ભક્તજનો આ કાર્યમાં જોડાવાના છે. આ કાર્યક્રમમાં મેવાડના હાલના રાજવી કુમાર લક્ષરાજસિંહ મહારાજા ઉદેપુર, ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમનું આયોજન પાવાગઢ સ્થિત મહર્ષિ વિશ્ર્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા સુંદર રીતે કરી રહી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ગુજરાત ના સૌ ભૂદેવ ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યા છે.