સંતરામપુર,સંતરામપુરમાં ઉતરાયણના આગમન પહેલા જ ચાઈનીઝ દોરી જોવા મળી આવી ભારત સરકાર દ્વારા ચાઈનીઝ વસ્તુ પર લગામ અને પ્રતિબંધ મૂક્યા પછી પણ ખાનગી ધોરણે મોટા પ્રમાણમાં ચાઈનીઝ વસ્તુઓ અને દોરી નુ ગુસણખોરી અને વેચાણ જોવા મળી આવેલું છે હજુ ઉત્તરાયણના એક મહિનો બાકી કે તે પહેલા જ નગરના અલગ અલગ વિસ્તારોમાં રજાના સમયમાં બાળકો પતંગ ઉડાવીને ઉમંગ મળતા હોય છે ત્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ઉતરાણ પહેલા જ ચાઈનીઝ દોરીના ટુકડાઓ ખુલ્લામાં ઠેર ઠેર જોવા મળી આવેલા છે ઉત્તરાયણ પહેલા જ મહીસાગર જિલ્લામાં અને સંતરામપુરમાં મોટાભાગના વ્યાપારીઓ અત્યારથી જ ચાઈનીઝ દોરી સંગ્રહ કરતા તેવું અનુમાન જણાઈ રહ્યું છે જો સ્થળ તપાસ કરવામાં આવે ચેકિંગ કરવામાં આવતા મોટાભાગના દરોડા પાડવામાં આવે તો ચાઈનીઝ દોરી નો જથ્થ મળી રહે તેનો કોઈ બે મત નહીં.