
સંતરામપુર,સંતરામપુર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સંતરામપુર શહેર અને વિવિધ ગામડાઓમાં બાકી નીકળતી વીજ બિલના નાણા વસૂલ કરવામાં આવ્યા સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં 1000 ઉપરાંત ગ્રાહકોના બાકી નીકળતા ડિશ કનેક્શન ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં 29 ટીમ અલગ અલગ ગામડાઓમાં ફરીને બાકી નીકળતા નાણા વસૂલ કરવામાં આવેલા હતા સંતરામપુર અને વિવિધ ગામોમાં કુલ 27 લાખ રૂપિયા વસુલાત કરવામાં આવેલા હતા અને 834 ગ્રાહકોના રકમ લેવામાં આવેલી હતી જ્યારે નાણાની ન ચૂકવણી કરતા આશરે 110 જેટલા વીજ જોડાણ કાપવામાં આવેલા હતા મધ્ય ગુજરાત વીજ કંપનીના અલગ અલગ ટીમ બનાવીને ળદલભહ ના કર્મચારીઓ ઘરે ઘરે બાકી નીકળતાં રકમ વસૂલ કરવા સપાટો બોલાવેલો હતો સંતરામપુર શહેર મોવાસા કાળીબેલ લીમડા મુવાડી આંજણવા રાણીજીની પાદેડી કુરેટા ગોઠીબ હીરાપુર ખેડાપા પાદેડી અડોર ડોડી લીમડી આ તમામ જગ્યાએ એક સાથે બહારથી આવેલી ટીમ અને આદેશ મુજબ દરેક ગામડાઓમાં વીજ પુરવઠાના રકમ વસૂલ કરવા માટે ચારે બાજુ સપાટો બોલાવેલો હતો માત્ર બે દિવસની અંદર આ 29 ટીમે 27 લાખ રૂપિયા વસૂલાત કરી કેટલાક વીજ પુરવઠા ના ગ્રાહક હોય ઓનલાઇન રકમ ચૂકવી ત્યારે કેટલાક સ્થળ ઉપર જ રોકડા રકમ જમા કરાવી આ રીતે ળલભહ દ્વારા બાકી નીકળતા નાણા વસૂલ કર્યા.
