દાહોદ, દાહોદ શહેરમાં ગેસ પાઈપલાઈન નાંખવાની કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનને નુકસાન થઈ રહ્યુ છે. આ બાબતને ગંભીરતાથી લઈ દાહોદ પાલિકા ચીફ ઓફિસર દ્વારા ગુજરાત ગેસને નોટિસ આપી આ મામલે કામગીરીનુ સર્વે કરી દિ-5માં રિપોર્ટ રજુ કરવા ફરમાજ કર્યુ છે.
દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગુજરાત ગેસ લિ.ના એજન્સીના મેનેજરને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં જણાવ્યુ છે કે,દાહોદ શહેરમાં વિવિધ વિસ્તારમાં ગેસ પાઈપલાઈન નાંખવાની કામગીરી કરવા માટે અત્રેની કચેરીના પત્ર દ્વારા ગેસ પાઈપલાઈન નાંખવાની કામગીરી કરવા માટે મંજુરી આપવામાં આવેલી છે. એજન્સી દ્વારા નગરપાલિકા સાથે એગ્રીમેન્ટ કરી બાંહેધરી આપવામાં આવેલ છે અને શરત-4માં ખોદકામ કામ દરમિયાન પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, ટેલિફોનીક-ઈલેકટ્રીક લાઈન કે અન્ય સરકાર-ખાનગી મિલ્કતને નુકસાન થાય તો તાત્કાલિક રિપેરીંગ કરી આપવા જણાવવામાં આવેલ છે. હાલમાં દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આપના દ્વારા ગેસ પાઈપલાઈન નાંખવાની કામગીરીનુ ખોદકામ કરવામાં આવેલ છે. તેમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનને તોડી નાંખવામાં આવેલ છે. તેમજ અમુક વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનના પાઈપમાં ગેસ પાઈપલાઈન નાંખવામાં આવેલ છે. તમોને વારંવાર લેખિત તેમજ મોૈખિક સુચનાઓ આપવામાં આવે છે કે,ગેસ પાઈપલાઈન નાંખતી વખતે યુટીલિટી ડકની કામગીરી કરેલ છે. તે એજન્સીઓનો સંપર્ક કરી ત્યારપછી ગેસ પાઈપલાઈન નાંખવાની થાય છે. તેમ છતાં તમામ દ્વારા મનસ્વી રીતે ગમે તેમ ગેસ લાઈન નાંખવામાં આવે છે. તમામ દ્વારા આવા કેટલા વિસ્તારોમાં ગેસ પાઈપલાઈન ડ્રેનેજ લાઈનમાં પસાર કરવામાં આવે છે. તેમ ડ્રેનેજ લાઈન તોડવામાં આવેલ છે તેનુ સર્વે કરી તેનો રિપોર્ટ દિન-5માં નગરપાલિકા કચેરીએ રજુ કરવાનો રહેશે.ત્યારપછી જ ગેસ લાઈન નાંખવાની આગળની કામગીરી કરવાની રહેશે. જો તમારા દ્વારા રિપોર્ટ નગરપાલિકામાં રજુ કરવામાં નહિ આવે તો ગેસ પાઈપલાઈન નાંખવા માટે આપવામાં આવેલ મંજુરી રદ્દ કરવામાં આવશે. તેમ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એજન્સીના મેનેજરને જણાવ્યુ હતુ.