ગોધરા ભાટિયા સોસાયટીમાં 34 વર્ષીય મહિલાએ અગમ્ય કારણે ફાંસો ખાઈ આપઘાત કર્યો.

ગોધરા શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળના વિસ્તારમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતી 34 વર્ષે મહિલા એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતી જ્યોતિબેન અંકુરભાઈ ભાટીયા ઉંમર વર્ષ ૩૪ એ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી મોતને વાહલું કર્યું હતું. મહિલાના અવસાન ની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાની મૃતદેહને પીએમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ બાબતે એ ડિવિજન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.