પંજાબ પોલીસના ૭.૬ ફૂટ ઊંચા પૂર્વ કોન્સ્ટેબલની ધરપકડ, હેરોઈન સાથે ઝડપાયો

પંજાબ પોલીસમાં 7.6 ફૂટ ઊંચા કોન્સ્ટેબલ જગદીપ સિંહની રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલે તરનતારનથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી 500 ગ્રામ હેરોઈન મળ્યું છે. જગદીપ સિંહ, તેની ઉંચાઈ અને શરીર માટે જાણીતો છે, જે અમેરિકાઝ ગોટ ટેલેન્ટ શોમાં ભાગ લઈને દુનિયાભરમાં જાણીતો થયો હતો. થોડા સમય પહેલા તેણે પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તેણે રાજીનામું આપી દીધું હતું. 

સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલની ટીમે જગદીપ સિંહના બે સાથીઓની પણ ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના છે. જે બાદ તેમને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આરોપીઓ તેની કાર પર પંજાબ પોલીસનું સ્ટીકર લગાવીને પણ ફરતા હતા. હાલમાં રાજ્યના સ્પેશિયલ ઓપરેશન સેલરીએ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલની ટીમને બાતમી મળી હતી કે, આરોપી હેરોઈનનો ધંધો કરે છે. જેના આધારે સેલે તરનતારનમાં ગુપ્ત બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની સાથે અન્ય બે સાથી પણ હતા.

ટીમે તેની તપાસ કરતા તેની પાસેથી 500 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. જાણવા મળ્યું છે કે આરોપી જગદીપ સિંહ પણ થોડા દિવસોમાં અમેરિકા જવાનો હતો. નોંધનીય છે કે જગદીપ સિંહ પોતાની ઊંચાઈના કારણે ખૂબ જ ચર્ચામાં હતા. થોડા મહિના પહેલા, તેણે પરિવારની ફરજોને ટાંકીને પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ (પંજાબ પોલીસ પૂર્વ કોન્સ્ટેબલ)ના પદ પરથી રાજીનામું આપ્યું હતું.