ભરૂચમાં “આપ”ની મુશ્કેલીમાં વધારો, ૪૦થી વધુ કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડ્યો

ભરૂચ, દિલ્લીમાં મજબૂત રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવામાં સફળ રહી પણ હવે અસ્તિત્વ ટકાવી રાખવામાં પક્ષને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્યના વિવાદની ઘટનાઓ બાદ હવે કાર્યકરો સંદર્ભે પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

ભરૂચમાં આપણા નારાજ કાર્યકરોએ એક યાદી યાદી જાહેર કરી પક્ષમાંથી રાજીનામાની જાહેરાત કરી છે. આ મામલો રાજકીય જોડતોડનો નહીં પણ આંતરિક ખટરાગનો હોવાની હકીક્ત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે સ્થાનિક મોવડી મંડળ સાથે નારાજગીના કારણે આ પગલું ભરાયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.ટૂંકા સમયગાળામાં રાજીનામાની આ બીજી યાદી સામે આવી છે. મામલે હજુ પક્ષ તરફથી કોઈ સત્તાવર નવેદન જાહેર કરવામાં આવ્યું નથી.