વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રધાનોને બુધવારે સંસદની સુરક્ષા ચૂકની ઘટનાને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું. બુધવારે, 2001 સંસદ આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પર જ સુરક્ષા ચૂકની એક મોટી ઘટના સામે આવી હતી. સ્પીકરે તેને જરૂરી લાગે તે પગલાં લેવા જોઈએ. તે આ અંગે સ્પીકર સાથે પણ વાત કરશે.
બુધવારે લોકસભામાં થયેલા સ્મોક કાંડને લઈને સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. સંસદમાં સુરક્ષા ક્ષતિના મામલામાં CRPF DGના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પોલીસ પણ આ મામલાની પુરી તપાસ કરી રહી છે. આ અંગે ગુરુવારે સંસદમાં હોબાળો થયો હતો. બીજી તરફ, આજે સવારે વરિષ્ઠ મંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે સંસદે સુરક્ષા ચૂકના મુદ્દાને સંવેદનશીલતાથી લેવો જોઈએ. સ્પીકરે તેને જરૂરી લાગે તે પગલાં લેવા જોઈએ. તે આ અંગે સ્પીકર સાથે પણ વાત કરશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પ્રધાનોને બુધવારે સંસદની સુરક્ષા ચૂકની ઘટનાને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું. બુધવારે, 2001 સંસદ આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પર જ સુરક્ષા ચૂકની એક મોટી ઘટના સામે આવી હતી.
સાગર શર્મા અને મનોરંજન ડી નામના 2 શખ્સો શૂન્યકાળ દરમિયાન પબ્લિક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા અને સ્મોક બોમ્બમાંથી ધુમાડો છોડ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તો સંસદ સંકુલની બહાર એક મહિલા સહિત અન્ય બે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્મોક બોમ્બમાંથી ધુમાડો છોડ્યો હતો. પોલીસે આ બંનેની અટકાયત કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર ધરપકડ કરાયેલા આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમો ઉપરાંત આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય કાવતરાખોર હોવાની શંકા ધરાવતા લલિત ઝાને પકડવા માટે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદમાં સુરક્ષા ઉલ્લંઘન માટે દિલ્હી પોલીસના 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓ સંસદની સુરક્ષા માટે ડેપ્યુટેશન પર હતા અને તેમને મુલાકાતીઓ અને મીડિયાકર્મીઓની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.