ગોધરા, ગોધરા તાલુકાના તળાવ મુવાડા ગામે રહેતા 45 વર્ષીય વ્યકિતએ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં દવા સારવાર માટે ગોધરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના તળાવના મુવાડા ગામે વણકર ફળીયામાં રહેતા વિરાભાઇ ધુળાભાઇ વણકર ઉ.વ.45એ કોઇ અગમ્યકારણોસર 14 ડિસેમ્બરના રોજ ઝેરી દવા પી જતાં દવા સારવાર માટે ગોધરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.