ખાનપુર,પ્રાપ્ત માહિતીનુસાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી યોજનાઓ ગામડાના છેવાડાનાં માણસ સુધી પોહચે તે માટે 15 મી નવેમ્બર જન જાગૃતિ ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં થઈ રહ્યો છે. જેનો મહીસાગર જીલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે, જે અન્વયે ખાનપુર તાલુકાના લીમડી ટીબા ગામમાં વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો હતો. આં પ્રસંગે પ્રધાનમંત્રીનો રેકોર્ડ કરેલ સંદેશ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ફિલ્મ સહુએ નિહાળી હતી અને વિવિધ સરકારી યોજનાઓના લાભ લીધેલ લાભાર્થીઓએ પોતાના અનુભવો ‘મેરી કહાની મેરી જુબાની’થી વ્યક્ત કર્યો હતા. આં પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા અને 2047 સુધીમાં ભારતને વિકસીત કરવાના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ લીધો હતો. આ તબક્કે જીલ્લાનાં મહામંત્રી, ખાનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ, નાયબ મામલતદાર, તાલુકા ડેલીકેટ, ગામના સરપંચ, ઉપસરપંચ વગેરે હાજર રહ્યા હતા. ખાનપુર તાલુકામાં એ.એફ.સી. તરીકે કામ કરતા હસમુખ બામણીયા દ્વારા બેંકમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.