ખેડા જીલ્લાના ત્રાણજા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

ખેડા,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે ઠેર-ઠેર સંકલ્પ રથનું નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ખેડા જીલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. સાથોસાથ સરકારની 17 જેટલી યોજનાઓનો ઘર આંગણે લોકો લાભ લઇ રહ્યા છે.

ખેડા જીલ્લાના માતર તાલુકાના ત્રાણજા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આયોજીત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.

કાર્યક્રમ દરમિયાન, “ધરતી કરે પુકાર : પ્રાકૃતિક કૃષિ” થીમ આધારિત નુક્કડ-નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ વિકસિત ભારત-2047 ના સ્વપ્નને સાકાર કરવાના હેતુસર ગ્રામજનોએ શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ત્રાણજા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.