કોચ્ચી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હારને કારણે નિરાશ થયેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે કેરળમાંથી સારા સમાચાર આવ્યા છે. તિરુવનંતપુરમમાં ૩૩ લોકલ બોડી વોર્ડ માટે યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને લીડ મળી છે, આમ આદમી પાર્ટીએ અહીં એક વોર્ડ જીત્યો છે, જ્યારે અન્ય વોર્ડમાં તે બીજા ક્રમે રહી હતી. .
૩૩ વોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાંથી કોંગ્રેસને આ વખતે ૧૭ બેઠકો મળી છે, જ્યારે અગાઉ તેની પાસે ૧૧ બેઠકો હતી. કોંગ્રેસે પણ ૫ બેઠકો જીતી છે જે સીપીઆઇ એમના નેતૃત્વમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ પાસે હતી. આ વખતે એલડીએફને ૧૦ બેઠકો મળી છે. અગાઉ તેની પાસે ૧૨ બેઠકો હતી. એલડીએફએ તેની ૧૦માંથી ત્રણ બેઠકો જીતી છે જે અગાઉ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના દ્ગડ્ઢછ ગઠબંધન પાસે હતી.
બીજી તરફ એનડીએને પણ આ વખતે નુક્સાન થયું છે. તેઓ માત્ર ચાર વોર્ડમાં જીત્યા છે. અગાઉ એનડીએ પાસે ૬ બેઠકો હતી.આપ અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયાએ ભાજપ પાસેથી એક-એક સીટ છીનવી લીધી છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે. સુધાકરને આ જીત પર કહ્યું કે આ ચૂંટણી પરિણામ કેરળમાં પિનરાઈ વિજયન સરકારના નબળા શાસનનું પ્રતિબિંબ છે. તમને જણાવી દઈએ કે આ હાર એલડીએફ માટે પણ મોટી છે કારણ કે કેરળમાં આ શાસક ગઠબંધનનો મુખ્ય જનસંપર્ક કાર્યક્રમ ’નવ કેરળ સદા’ આગળ વધી રહ્યો છે. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને તેમના કેબિનેટ સાથીદારો રાજ્યના વિવિધ ભાગોની મુલાકાત લઈ રહ્યા છે અને તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોને આવરી લેતા વિશાળ આઉટરીચ કાર્યક્રમો હાથ ધરે છે.
આપના બીના કુરિયન ઇડુક્કી જિલ્લાના કરીમકુન્નમ ગ્રામ પંચાયતના નેદિયાકડ વોર્ડમાં જીત્યા. આપ ઉમેદવાર કોટ્ટાયમ જિલ્લાના અરિક્કાકરામાં પણ બીજા ક્રમે છે. હવે કેજરીવાલ ગવર્નન્સ મોડલ કેરળમાં પ્રવેશી રહ્યું છે આપે કેરળએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું. આપના પ્રદેશ અધ્યક્ષ વિનોદ વિલ્સન મેથ્યુનું કહેવું છે કે વર્તમાન જીત લોક્સભા ચૂંટણી પહેલા પાર્ટી માટે એક મોટો બદલાવ છે. છેલ્લા છ મહિનામાં, આપ નવ વોર્ડમાં સ્થાનિક બોડી પેટાચૂંટણીમાં ત્રીજા ક્રમે રહી છે.