ઝાલોદ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુન્હાઓ અંતર્ગત પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો

ઝાલોદ,ઝાલોદ ડિવિઝન અંતર્ગત આવતા છ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોલીસ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહેલ હતા. અંદાજીત 123410 વિદેશી દારૂની બોટલ જેની કિમત અંદાજીત 1,48,89,000 ના દારૂનો નાશ કરવામાં આવ્યો.

તારીખ 14-12-2023 ના રોજ ઝાલોદ પોલીસ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ ઝાલોદ, લીમડી, ચાકલિયા, સંજેલી, સુખસર, ફતેપુરામાં વિવિધ ગુન્હા હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂને ઝાલોદ થી અંદાજીત 2 કિલોમીટર અંતરમાં આવેલ ફતેપુરા રોડના રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના માલનો જથ્થો બે હેવી રોલર અને એક જે.સી.બી ની મદદ થી નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે રાજપુર મુકામે સ્થળ પર પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી. તેમજ છ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ તેમજ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

ડી.વાય.એસ.પી પટેલના નિવેદન મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુન્હાઓમા પકડાયેલ વિદેશી દારૂની કાયદાકીય મંજૂરી મેળવી નાશ કરવામાં આવેલ હતો. આ વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી પ્રાંત અધિકારી ગોહિલ, ડી.વાય.એસ.પી. પટેલ તેમજ નશાબંધી અધિકારીની ટીમ બનાવી હતી. આ ટીમ દ્વારા સ્વસ્થ ભારત અભિયાન હેઠળ અંદાજીત 123410 વિદેશી દારૂની બોટલ જેની અંદાજીત કીમત આશરે 1,48,89,000 જેટલી થાય છે. આ તમામ વિદેશી દારૂની પ્રાંત અધિકારી અને ડી.વાય.એસ.પી. તેમજ છ જેટલા પણ એસ.આઇ. અને અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં આ તમામ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.