ફતેપુરા વકીલ મંડળના તમામ હોદેદારો બિનહરીફ ચંટાયા

ફતેપુરા,ગુજરાત બાર એસોસીએશનના માર્ગદર્શન હેઠળ તમામ બાર એસોસીએશનની ચુંટણી કરવાની હોઈ, તે માટે પ્રસિધ્ધિ થયેલ જેમાં ફતેપુરા બાર એસોસીઅશનના વિવિધ હોદાઓ માટે ફોર્મ ભરાયેલ હતા. જેમાં અન્ય ફોર્મ ન ભરાતા તમામ હોદેદારો બિનહરીફ ચુંટાઈ આવેલ જેમાં પ્રમુખ તરીકે પ્યારેલાલ એમ કલાલ, નોટરી ઉપ-પ્રમુખ તરીકે એલ.જી. નીનામા, સેક્રેટરી તરીકે આર.એલ.અમલીયાર, વાઈસ સેક્રેટરી તરીકે આર.ડી.કટારા, વેલ્ફર મંત્રી તરીકે આર.એલ.ડામોર, લાઈબ્રેરીયન તરીકે એલ.ટી.પણદા નાઓ ચુંટાઈ આવતા વકીલ મંડળના તમામ સભ્યો વકીલ ચંદ્રસિંહ પારગી, આર.ડી રાઠોડ, અમુલભાઈ શાહ, શબ્બીરભાઈ સુનેલવાલા, પંકજભાઈ પંચાલ ધ્વારા તેઓને ફુલહાર કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે વકીલ એ.પી. અગ્રવાલએ ફરજ બજાવી હતી.