સંતરામપુર તાલુકાના માજી સૈનિકોએ પડતર માંગણીને મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન આપ્યું

સંતરામપુર, સંતરામપુર તાલુકામાં મોટી સંખ્યામાં માજી સૈનિકો અને તેમના પરિવારો આજે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. માજી સૈનિકો દ્વારા પોતાની વિવિધ પ્રકારની પડતર માંગણીઓને લઈને ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન સંતરામપુર તાલુકાના પ્રમુખની અધ્યક્ષતામાં મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. ગુજરાતના માજી સૈનિકો અને વીર નારીઓને લાગતા વિવિધ મુદ્દાઓને જેવા કે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરેલ હોય જેમાં માજી સૈનિકોને ખેતી માટેની પડતર ગૌચર તેમજ જંગલ ખાતાની જમીન ફાળવવા બાબતની માંગણી લઈને બાકાત હોય જેથી સંતરામપુર તાલુકાના સૈનિકો સંગઠન દ્વારા તેમજ વીર નારીઓ જીવન અમૂલ્ય સમય દેશ માટે આપેલ હોય જેથી અમારી માંગણીઓને માંગણી અને લાગણીને ધ્યાને રાખીને સથવારે યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા આવે જેને લઈને સંતરામપુર મામલતદાર અને પ્રાંત અધિકારીને માજી સૈનિકો અને તેમના પરિવારો સંતરામપુર તાલુકાના ટીમલા અને અલગ અલગ ગામોના મોટી સંખ્યામાં વિશાળમાં આવેદનપત્ર આપેલું હતું.