મહીસાગર,બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજીત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા મહીસાગર જીલ્લાના વિવિધ ગામોમાંથી આવેલ બહેનો માટે કમ્પુટરાઈસ એકાઉન્ટીંગની નિ:શુલ્ક તાલીમ દિપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ, ટી.ડી.ઓ ઓફીસ લુણાવાડામાંથી સી.ડી.પી.ઓ કાસીબેન (ડી.આર.ડી.ઓ માંથી ડી.એલ.એમ, હરિશચંદ્ર રાઠોડ અને સંસ્થાના ફેકલ્ટી જયાબેન ઉપસ્થિત રહ્યા હતા અને એફએલસી કાઉન્સેલર વનિતા પટેલ, પોતાના પગપર ઉભારહીને આત્મનિર્ભર કઇ રીતે બને એ માટે વિશેષ માર્ગદર્શન આપીને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
ભવિષ્યમાં મહીસાગર જીલ્લાના 18 થી 45 વર્ષના ભાઈઓ અને બહેનો માટે જેમાં CCTV Camera, Photography and videography, અને મોબાઈલ રીપેરીંગની નિ:શુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ ટુંક સમયમાં શરૂ થવાની હોવાથી રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામા આવ્યા છે અને જે કોઇ ઇછુક ઉમેદવારે લુણાવાડા ખાતે એસ.કે. હાઇસ્કુલની પાછળ, ચરેલ રોડ સાઈ બંગ્લોઝની સામે પર સંસ્થાનો સંપર્ક કરવો. તેમ સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલે જણાવ્યું હતું.