સંતરામપુર નગરની પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત હાલતમાં બાળકો બહાર લોબીમાં અભ્યાસ કરવા મજબૂર થયા સંતરામપુર નગરની પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણ આવેલા છે જેમાં ચાર ઓરડાઓ બિલકુલ જર્જરિત હાલતમાં છે.
પ્રિન્સિપાલ ડીશ મેન્ટલ માટે છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી વારંવાર લેખિતમાં અરજી આપી હતી અને મંજૂરી માંગી હતી પરંતુ આજદિન સુધી કોઈ જવાબ આપવામાં આવેલો નથી પ્રતાપુરા પ્રાથમિક શાળામાં સૌથી વધારે મધ્યમ અને ગરીબ વર્ગનાં બાળકો અભ્યાસ કરતા હોય છે વાલીઓ જીવના જોખમે પોતાના બાળકોને અભ્યાસ કરવા મોકલવા મજબૂર થયા હતા ચોમાસા દરમિયાન તો બાળકોને અંદર કે બહાર બહાર બેસી પણ શકતા નથી અને ચોમાસામાં બાળકો રજા પાડી દેતા હોય છે ચારેચાર ઓરડામાં બિલકુલ જર્જરિત હાલત પહોંચે શિક્ષકો પણ અંદર બેસે તો ગભરાટ થતી હોય છે અને આવા ઓરડામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો છે ચારે બાજુ ની ઓરડાની દીવાલો અને છત પડે એવી અવસ્થામાં છે સંતરામપુર નગરના પ્રતાપપુરા ની આ પ્રાથમિક શાળા સૌથી મોટી અને સૌથી વધારે સંખ્યા ધરાવતી કે તેમ છતાંય શિક્ષણ શિક્ષણતંત્ર સુવિધા પૂરી પાડવામાં આ નવા ઓરડા બનાવવાની નિષ્ફળ ગયેલી છે.