મલેકપુર, રાષ્ટીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરનારને સખત સજા તેમજ જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે આજરોજ મહીસાગર જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. રાજસ્થાનમાં જયપુર મુકામે રાષ્ટીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી નાખવામાં આવી છે. સ્વ: સુખદેવસિંહ ગોગામેડીએ જ્યારે પોલીસ પ્રોટેક્સન માંગેલ હતું. આમ, છતાં અધિકારીઓ દ્વારા તેઓને પોલીસ પ્રોટેક્સન આપવામાં આવ્યું ન હતું અને જેના કારણે જેઓ સમગ્ર ભારત દેશના તમામ સમાજ માટે કામ કરવાવાળા કરણી સેનાના નેતાની નિર્દયી દુષ્ટ માણસો દ્વારા જે રીતે હત્યા કરી છે. તેમની ઉપર ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલ્દીમાં જલ્દી તેમને સખ્ત સજા કરવામાં આવે તેમજ જેમણે પણ તેઓને પોલીસ પ્રોટેક્સન નથી આપ્યું તેવા અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીની લાગણી અને માંગણી છે.
જેમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, મહિસાગર જીલ્લા પ્રમુખ, જીલ્લા મહામંત્રી, લુણાવાડા તાલુકા પ્રમુખ, તાલુકા મહામંત્રી હાજર રહ્યા.