પાવાગઢ,દે.બારીયા પોલીસ મથકના પ્રોહિબીશન એકટના ગુનામાં વોન્ટેડ આરોપી પાવાગઢ ખાતે ઉભો છે. તેવી બાતમીના આધારે એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડી પાવાગઢ પોલીસને સોંપવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ દે.બારીયા પોલીસ મથકના પ્રોહિબીશનના એકટના ગુનામાં આરોપી મનુ રમણભાઈ રાઠવા (રહે. જબાણ,જાંબુધોડા) વોન્ટેડ નાસતો ફરતો હોય આરોપી અંગે ગોધરા એસ.ઓ,જી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી પાવાગઢ બસ સ્ટેશન પાસે ઉભો છે. તેવી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી પાવાગઢ પોલીસને સોંપવામાં આવ્યો.