મુંબઇ, સ્થાનિક શેરબજારમાં મંગળવારના ઘટાડા બાદ બુધવારે શરૂઆતી કારોબારમાં સુસ્તી જોવા મળી હતી. જો કે, ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ ૩૩.૫૭ (૦.૦૪%) પોઈન્ટના વધારા સાથે ૬૯,૫૮૪.૬૦ પર ગ્રીન માર્ક પર અને નિફ્ટી ૧૯.૯૫ (૦.૧૦%) પોઈન્ટના મામૂલી વધારા સાથે ૨૦,૯૨૬.૩૫ પર બંધ થવામાં સફળ રહ્યો.
બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન એનટીપીસી, અદાણી પોર્ટ્સ અને હીરો મોટોકોર્પના શેર્સ નિફ્ટી પર ટોચના ગેઇનર્સ તરીકે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. બીજી તરફ ટીસીએસ અને એચડએફસી લાઈફના શેર ટોપ લૂઝર તરીકે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન ફાર્મા, રિયલ્ટી, ઓટો અને હેલ્થકેર સૂચકાંકો લીલામાં રહ્યા હતા. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન માર્કેટમાં આઈટી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી.