રવીન્દ્ર ભટકરને સેન્સર બોર્ડની સીઇઓ પદ પરથી હટાવાયા, લાંચ સાથે કનેક્શન!

નવીદિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના સીઇઓ રવિન્દ્ર ભટકરને પદ પરથી કાર્યમુક્ત કરવામાં આવ્યા છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેમને સીઇઓ પદ છોડીને તેમના પાછલા પદ પર પાછા ફરવા માટે નોટિસ જારી કરી છે. રવિન્દ્ર રેલ્વે વિભાગ તરફથી સેન્સર બોર્ડમાં આવ્યા હતા. જો કે, તેમને આ પદ પરથી અચાનક હટાવવાના કારણો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી.

રવિન્દ્ર ભટકરને હટાવવાનો મામલો તાજેતરના સેન્સર બોર્ડ પર લાગેલા લાંચના આરોપો સાથે પણ જોડાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા તમિલ એક્ટર વિશાલે આરોપ લગાવ્યો હતો કે તેમણે તેની તમિલ ફિલ્મ માર્ક એન્ટોનીના હિન્દી વર્ઝનને સર્ટિફાઈડ કરાવવા માટે સેન્સર બોર્ડના અધિકારીઓને ૬.૫ લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. જે પછી કેસ નોંધીને, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ સીબીએફસીના કેટલાક અધિકારીઓ અને અન્ય ત્રણ વિરુદ્ધ તપાસ શરૂ કરી.

સીબીઆઈએ અન્ય ત્રણ લોકોની ઓળખ મલન મેનગા, સાળા રામદાસ અને રાજુત તરીકે કરી છે. ઝ્રમ્હ્લઝ્ર કર્મચારીઓના નામ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, રવિન્દ્ર ભાટકરને હટાવવાનો આ મામલો સાથે સંબંધ છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.