જામનગર, જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રણજીતસાગર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, તે જ સ્થળેથી પસાર થતી અને દરેડથી જામનગરના લાખોટા તળાવમાં આવતી પાણીની નહેરમાં દારૂની બોટલ પ્લાસ્ટિક સહિતના કચરા ના ઢગલા જોવા મળતાં સફાઈ અભિયાન નિરર્થક નીવડેલું જોવા મળી રહ્યું છે.
જામનગર શહેરની મધ્ય માં આવેલા લાખોટા તળાવ ને પાણી પૂરું પાડતી દરેડ થી જામનગરના લાખોટા તળાવ સુધી આવતી પાણીને કેનાલ કે જેમાં રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી સહિતના કેટલાક ભાગોમાં ખુલી છે, તેમાં લોકો દ્વારા કચરો ફેકવામાં આવે છે.
આ કેનાલમાં અનેક સ્થળો પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કાગળ કચરા પ્લાસ્ટિકની બોટલ તથા થર્મોકોલની વેસ્ટજ સામગ્રી તેમજ દારૂની બોટલ સહિતનો કચરો એકત્ર થયેલો જોવા મળે છે, અને આ તમામ કચરો સાફ-સફાઈના અભાવે લાખોટા તળાવમાં પાણીની સાથે આવે તેવી શક્યતાઓ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જામનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે તે સ્થળની પાસે જ આવેલી પાણીની કેનાલ કે જે ખુલ્લામાં કચરાના ઢગલાથી ખદબદી રહી છે, જેથી સફાઈ અભિયાન નિરર્થક જણાય છે.