ગોધરા આકાશવાણી કવાટર્સના રૂમ માંથી નળ અને બારી ફ્રેમની ચોરી કરતાં ફરિયાદ

ગોધરા, ગોધરા આકાશવાણી કેન્દ્ર ખાતે સરકારી કવાટર્સના બાથરૂમની અંદર જુના નળ, ફલર ટેક, બારીની ફ્રેમ મળી ચીજ વસ્તુઓની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા આકાશવાણી કેન્દ્ર ખાતે સરકારી કવાટર્સના એ-1, એ-2ના કવાટર્સના બાથરૂમમાં જુના નળ-2, ફલશ ટેક, બારીની ફ્રેમ, પાઇપ મળી 820/-રૂપીયાના મુદ્દામાલની કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાંવા પામી છે.