સુખસર ગામ નજીક એકલવ્ય પેટ્રોલપંપના કર્મચારીઓનો મનસ્વીપણું સામે આવ્યું

  • પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ પુરાવા આવતા ફોરવીલર વાહન ચાલકોને ટાંકીઓના ઢાંકણા જાતે જ ખોલવા માટે મજબુર કરતા કર્મચારીઓ.
  • ભારત પેટ્રોલિયમના એક્ઝિક્યુટિવ ઓફિસરે કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી.

દાહોદ,દરેક પેટ્રોલ પંપ ઉપર ફોરવીલર વાહનો જ્યારે પેટ્રોલ અને ડીઝલ પુરાવા જાય છે. ત્યારે પેટ્રોલ પંપ ખાતે ડીઝલ અને પેટ્રોલ પંપ પર ઉપસ્થિત કર્મચારીઓએ જે તે ફોરવીલર વાહનનું પેટ્રોલ અને ડીઝલની ટાંકીનું ઢાંકણું જાતે ખોલીને તેમાં વાહન માલિક કહે તેટલું પેટ્રોલ કે ડીઝલ ભરીને આ ઢાંકણું બંધ કરવાનું હોય છે.

પેટ્રોલ પંપ મંજુર કરતી વખતે આ નિયમો ઉપર પેટ્રોલ પંપ ના સંચાલક અથવા માલિકની મંજૂરી ફરજીયાત પણે લેવામાં આવે છે. અને મોટાભાગના પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપ ના કર્મચારીઓ જ આવા ફોરવીલર વાહનોના ઢાંકણા જાતે ખોલે છે અને વાહન માલિક કહે તેટલું પેટ્રોલ કે ડીઝલ ભરીને ટાંકીઓના ઢાંકણા બંધ કરે છે.ત્યારે સુખસર ગામ નજીક આવેલા એકલવ્ય પેટ્રોલ પંપના કર્મચારીઓ ઢાંકણા ખોલવા અને બંધ કરવા બાબતે સાફ ઇન્કાર કરી દઇને વાહન માલિકો સાથે દાદાગીરી કરીને ઉદ્ધવ વર્તન કરવામાં આવે છે. ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગ થી સુખસર જતા હાઇવે માર્ગ ઉપર સુખસર ગામ નજીક એકલવ્ય પેટ્રોલિયમ નામનો પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા પેટ્રોલ પંપ ખાતે ડીઝલ અને પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવવા આવતા ફોરવીલર ગાડીઓના ચાલકો અને માલિકોને એવું કહેવામાં આવે છે કે તમે જાતે ઉતરીને તમારી ગાડીનું ટાંકીનું ઢાંકણું ખોલશો તો જ તમને પેટ્રોલ કે ડીઝલ ભરી આપવામાં આવશે. આ બાબતની સત્યતાની તપાસ કરતા સુખસર ગામ નજીક આવેલા એકલવ્ય પેટ્રોલ પંપના કર્મચારીએ જણાવ્યું હતું કે, તમે ટાંકીનું ઢાંકણું જાતે ખોલશો તો જ અમે પેટ્રોલ નાખીશું નહીં તો નાખીશું નહીં તમારી ઈચ્છા હોય તો પેટ્રોલ ભરાવો તેવા ઉડાઉ જવાબ આપ્યા હતા. ત્યારે આ સમગ્ર બાબતની એકલવ્ય પેટ્રોલિયમ પેટ્રોલ પંપના મેનેજર ભુરસિંગ પણદા જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બાબત અમારા ધ્યાને આવી છે અને અમે આવા કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જોકે, આ બાબતે ભારત પેટ્રોલિયમના એક્ઝિક્યુટિવ ઓફિસર દીપેશ પટેલ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, પેટ્રોલ પંપ ઉપર આવતા ફોરવીલર વાહનોની ટાંકીના ઢાંકણા જે તે પેટ્રોલ પંપ પર ઉપસ્થિત કર્મચારીઓએ જ ખોલવાના હોય છે અને પેટ્રોલ કે ડીઝલ ભરીને આ ઢાંકણા બંધ કરવાના હોય છે. ત્યારે સુખસર નજીક આવેલા આ એકલવ્ય પેટ્રોલિયમ પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા આ બાબતે દાદાગીરી કરીને વાહન ચાલકો અને માલિકોને જાતે ટાંકીઓ ના ઢાંકણા ખોલવા અને બંધ કરવા માટે મજબૂર કરાય છે અને ઉદ્ધત વર્તન કરાય છે. તે બાબતની અમને જાણ થઈ છે, અમે આ બાબતે કસૂરવાર કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરીશું. તેમ જણાવ્યું હતું. ત્યારે હવે આવનારા સમયમાં સુખસર ગામ નજીક આવેલા આ એકલવ્ય પેટ્રોલિયમ પેટ્રોલ પંપના સંચાલક, માલિક, મેનેજર અને ભારત પેટ્રોલિયમ કંપનીના એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા શું પગલાં લેવામાં આવે તે જોવાનું રહ્યું.