દાહોદના ભીટોડી ગામે કતવારા પોલીસે વીસ્ટા ગાડી માંથી 1.92 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાના કતવારા પોલીસે ભીટોડી ગામે હનુમાનજી મંદીર પાસે ફોર વ્હીલ વાહનના દારૂની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશના એક વીસ્ટાગાડી મળી રૂા.1,92,690ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યાનું જાણવા મળ્યું છે.

પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીને આધારે કતવારા પોલીસે ગઈકાલે બપોરે પોણા બે વાગ્યાના સુમારે ભીટોડી ગામે હનુમાનજી મંદીર પાસ જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમ્યાન મધ્યપ્રદેશ બાજુથી બાતમીમાં દર્શાવેલ જીજે-16 એ.જે-3811 નંબરની ટાટા કંપનીની વિસ્ટા ગાડીને પકડી પાડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મેકડોલ નંબર-1 તથા લંડન પ્રાઈડ પ્રીમીયમ વ્હીસ્કી તથા ગ્રીન પ્રાર્ક બેલેન્ડે વ્હીસ્કીની રૂા. 42,690ની કુલ કિંમતની નાની મોટી કાચની બોટલ નંગ-173 પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. 1,50,000ની કિંમતની વિસ્ટા ગાડી મળી કુલ રૂા. 1,92, 690નો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક મધ્યપ્રદેશના ઘાર જીલ્લાના રીગનોદ ગામના સંજયભાઈ માણેકબાલાજી જયસ્વાલની અટક કરી પુછપરછ કરતા સદર દારૂ ગાડીમાં વિનોદભાઈ નામના ઈસમે ભરી આપ્યો હોવાની તથા સદર દારૂ પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ખડેવાળ ગામના બુટલેગર રાજુભાઈ ઉર્ફે ગમો ઉર્ફે સોમસીંગ રાઠોડ મંગાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે ગાડીના ચાલક સહીત ત્રણ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.