બાગાયતી ખેડૂતમિત્રોએ તારીખ 31/12/2023 સુધીમાં જરૂરી અસલબીલો સહીત સાધનિક કાગળો રજૂ કરવાના રહેશે

દાહોદ, દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રોએ 2023-24 માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલ હતી.

ઓનલાઈન કરેલ અરજીઓને અત્રેની કચેરી દ્વારા પૂર્વમંજુર કરવામાં આવેલ છે. જે ખેડૂતોને અરજી માટે પૂર્વ મંજુરી મળેલ છે, તેમના સહાય કેસોના ખર્ચ બીલો સ્વીકારવાની અંતિમ તારીખ 31/12/2023 હોય તમામ બાગાયતી ખેડૂતમિત્રોએ તારીખ 31/12/2023 સુધીમાં જરૂરી અસલબીલો સહીત સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ રૂમ નંબર 233-235, બીજોમાળ, જીલ્લા સેવા સદન, છાપરી રોડ, દાહોદ, ફોન નંબર 02673-239251 રજુ કરવાના રહેશે. જેની દાહોદ જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોએ નોંધ લેવી.