લુણાવાડા, આત્મા પ્રોજેક્ટ મહીસાગર અંતર્ગત લુણાવાડા તાલુકાના ખલાસપુર ગામે જીલ્લા અંદરના પ્રેરણા પ્રવાસ અંતર્ગત મોડેલ ફાર્મની મુલાકાત અને પ્રાકૃતિક ખેતીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ ડેપ્યુટી પ્રોજેક્ટર ડાયરેક્ટર, ગ્રામસેવક તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ખૂબ જ મોટી સંખ્યામાં લુણાવાડા અને ખાનપુર તાલુકાની બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીની માહિતી આત્મા પ્રોજેક્ટના બીટીએમ મનીષભાઈ પરમાર અને ફાર્મર માસ્ટર ટ્રેનર ગણપતભાઇ પરમાર દ્વારા આપવામાં આવી. વિશેષમાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત અંગેની માહિતી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા આપવામાં આવી અને મોડલ ફાર્મની મુલાકાત અંગે અને બીજા મૃત બનાવવા અંગેનો પ્રત્યક્ષ ડેમો વિક્રમભાઈ તલાર દ્વારા બતાવવામાં આવ્યો. મહામહિમ રાજ્યપાલનું સપનું સાકાર કરવા ઉપસ્થિત મહિલાઓએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવાની તૈયારી બતાવી હતી અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપવા જણાવ્યું હતું.