મહુધા, મહુધાના મીનાવાડા ગામમાં આવેલી સરકારી પડતર જમીન પ્રોજેક્ટ માટે ફાળવાતા જિલ્લા કલેકટરના હુકમ સામે ગ્રામજનોએ વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ હુકમ રદ કરવા માંગ કરી છે. જિલ્લા કલેકટરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે મહુધા તાલુકાના મીનાવાડા ગામે સરકારી પડરત જમીન હેડવર્ક હેતુ માટે મળવા Executive Engineer (GWSSB) ce/p.h.works division, જે જમીન કલેકટરના હુકમ મુજબ ફાળવેલ છે. જે બાબતે અમે મીનાવાડા ગામના રહીશો તમામ ગ્રામજનો દ્વારા આ હુકમનો વિરોધ કરીએ છીએ. આ જમીન મીનાવાડાના ગ્રામજનો દ્વારા ભેંસો ચરાવવા માટે તથા ગામના અલગ અલગ સમાજના સ્મશાન આવેલા છે. જેમ કે વાલ્મીકી સમાજ, રોહીત સમાજ અને રાવળ સમાજના સ્મશાન આવેલા છે તથા અન્ય હેતુ માટે વપરાતી હોય અમો મીનાવાડા ગ્રામજનો વિરોધ છે. વધુમાં જણાવ્યું છે કે, મીનાવાડા ગામે પ્રસિધ્ધ દશામાનું તીર્થ ધામ આવેલ છે. જેથી લાખો શ્રધ્ધાળુ વર્ષ દરમિયાન મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. જો આ વિરોધ વાળી જમીનનો પ્રોજેકટ સ્થાપવામાં આવે તો તે સ્થળે ચરાતા ઢોર, ઢાંખર, ગાયો, ભેંસો અન્ય સ્થળે ચરાવા માટે જશે અને જો ગામના રસ્તા તરફ આ ચરાતા પશુઓ આવી જાય તો મંદિરે દર્શને આવતા યાત્રિકોને ખુબજ અગવડ પડશે. જો તેમ નહી કરવામાં આવે તો અમો ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.