નડીયાદ પાલિકાની બેદરકારી માટે સમસ્યાના ઉકેલ માટે આદેશ બાદ નકકર કાર્યવાહી નહી થતાં ચીફ ઓફિસર અને કલેકટરને હાઈકોર્ટ(highcourt)નુંં તેડું

નડિયાદ,હાઈકોર્ટે 1 નવેમ્બરે ક્ધટેમ્પ્ટ પીટીશનની સુનાવણી યોજાઈ હતી. તેમાં ખેડા જિલ્લાના નડિયાદ નગરપાલિકાની બેદરકારી સામે હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી અને લાલ આંખ કરી હતી. આ વખતે આદેશ આપી તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કાયમી ધોરણે કરાય અને સમસ્યાઓના કાયમી ઉકેલ લાવવા આદેશ કર્યા હતા. તેમજ તેનું નીરીક્ષણ સવા મહિના બાદની તારીખ આપી તે સુનાવણીમાં કરાશે, તેમ જણાવ્યું હતું. આથી આજે 12 ડિસેમ્બરે સુનાવણી યોજાઈ અને તેમાં પણ નડિયાદ નગરપાલિકા નક્કર કામગીરી કરવામાં નિષ્ફળ રહી હોવાનું હાઈકોર્ટ(highcourt)ને જણાઈ આવ્યું છે. જેથી ચિફ ઓફીસર અને કલેક્ટર સમગ્ર બાબતનો અહેવાલ લઈને હાજર થવા ફરમાન કર્યું છે.

નડિયાદમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને જાહેર માર્ગો પરના બિનઅધિકૃત દબાણોની સમસ્યા મુદ્દે હાઈકોર્ટ(highcourt)મા ક્ધટેમપ્ટ પીટીશન ચાલી રહી છે. આ પીટીશન મામલે આજે મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ પીટીશનમાં જાહેરહિતની અરજી કરનારા અને નડિયાદના રહેવાસી ઉપરાંત રાજ્યપાલના પૂર્વ નોમીની મૌલિકકુમાર માળીએ આજે સુનાવણીમાં સોગંદનામુ રજૂ કર્યુ હતું. આ સોંગદનામામાં નડિયાદમાં નવા ઢોરવાડામાં ગાયોની સંખ્યા ઓછી થવી, ડમ્પિંગ સાઈટમાં ગાયોના ધડ-માથા અલગ થયેલા મૃતદેહો અને કંકાલ મળવા અને ત્યાં જ ખાટકીવાડ મળવો ઉપરાંત આ અંગે પ્રસારિત થયેલો અહેવાલ રજૂ કર્યો હતો. આ ઉપરાંત જ સ્થળ પરના કંકાલ અને મૃતદેહોના ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા.આ ઉપરાંત સવા મહિના બાદ પણ શહેરમાં સ્થિતિ એજ છે. સ્થાનિક તંત્ર દ્વારા એક-બીજાને ખો આપી અને શહેરના નાગરીકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવા સંદર્ભે લેખિત રજૂઆત કરી હતી. આથી હાઈકોર્ટે નડિયાદ નગરપાલિકાનો ફરી એકવાર ઉધડો લીધો હતો. તેમજ તાત્કાલિક આ સંદર્ભે નગરપાલિકાના ચીફ ઓફીસર અને જિલ્લા કલેક્ટર જાતે જ તમામ બાબતોનો રીપોર્ટ લઈ આવતા 24 કલાકમાં હાજર થાય તેવા આદેશ કર્યા છે.