નડિયાદની 26 વર્ષિય ટવીન્કલે યોગ-આસનની દુનીયામાં ઊંચી ઉડાન ભરી છે. એક બાદ એક એમ 4 વિશ્વ(world) રેકોર્ડ અત્યાર સુધી પોતાના નામે કર્યા છે. લગભગ સવા વર્ષના અંદર જ એક બાદ એક એમ ચાર વિશ્વ(world) રેકોર્ડ સર્જી યોગ-આસનની દુનિયામાં ડંકો વગાડ્યો છે. મે-2023માં કઠીન આસન ગણાતા ‘ભ્રુનાસાના’ સતત 7 મિનિટ સુધી ટકાવી ચોથી વાર ટવીન્કલે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી યોગ-આસનની દુનીયામાં બાજી મારી છે. ટવીન્કલ અભ્યાસની સાથે સાથે ફીટનેસ અને યોગાસનમાં પણ નીપૂણતા.
નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલી અ-3, નિર્મલનગર ખાતે રહેતી 26 વર્ષિય આચાર્ય ટવીન્કલએ યોગ-આસનની દુનિયામાં મોટી સફળતા મેળવી છે. યોગ સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલી આ યુવતીએ એક નહી, બે નહીં પરંતુ ચાર ચાર વિશ્વ(world) રેકોર્ડ પોતાના નામે કર્યા છે. M.com અને માસ્ટર ઓફ યોગ અભ્યાસ ધરાવતી ટવીન્કલ અભ્યાસની સાથે સાથે ફીટનેસ અને યોગાસનમાં પણ નીર્પૂણતા કેળવી છે. 22 મે 2023ના રોજ નડિયાદ સ્થિત સંતરામ મંદિરમાં આસનોમાં કઠિન ગણાતું ‘ભ્રુનાસાના’ આસન સતત 7 મિનિટ ટવીન્કલએ કરી ચોથી વાર વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. તાજેતરમાં કુરિયર દ્વારા આ સર્ટીફીકેટ અને મેડલ મેળવ્યા છે. ટવીન્કલ આગળ યોગ પર ઙવઉ કરવાની ઈચ્છા દિકરી ટવીન્કલના પિતા હિતેશભાઈ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ત્યારે સામાન્ય પરિવારમાંથી આવતી દિકરીએ નડિયાદ શહેર સહિત જિલ્લાનું નામ રોશન કર્યું છે અને પોતાની કળા શક્તિને નીખારી છે. ત્યારે અનેકને પ્રેરણારૂપ બાબત બની છે. તેણીની આગળ યોગ પર PhD કરવાની ઈચ્છા જગાવી છે. કુલ 4 વિશ્ર્વ(world) રેકોર્ડ પોતાના નામે કર્યા.
ટવીન્કલ આચાર્યએ કહ્યું કે, મે તારીખ 27 માર્ચ 2022ના રોજ સંતરામ મંદિરમાં ‘પિંડાસનયુક્ત્તા સર્વાંગઆસન’ કરી સતત 11 મિનિટ સુધી કરી ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ બાદ તારીખ 21 જુન 2022ના રોજ ‘મરિચ્યાસના’માં સતત 9 મિનિટ 15 સેકંડ સુધી આસન ટકાવી રાખી બીજી વખત વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફરીથી સ્થાન મેળવ્યું હતું. આ બાદ 1 જાન્યુઆરી 2023ના રોજ સંતરામ મંદિરમાં રામદાસજી મહારાજના સાનિધ્યમાં આસનોમાં કઠિન ગણાતું ‘પ્રણામા ગર્ભ પિંડાસના’ સતત 28 મિનિટ 55 સેકંડ ટકાવી રાખી ત્રીજી વાર વિશ્વ(world) રેકોર્ડ સર્જ્યો છે. આમ ખુબજ ટૂંકા ગાળામાં એક બાદ એક એમ કુલ 4 વિશ્વ(world) રેકોર્ડ પોતાના નામે કર્યો છે. યોગ, ધ્યાન કરવાથી મને મારી જાતને ઓળખવાની તક મળી છે. ટવીન્કલ આચાર્યએ વધુમાં ટવીન્કલે જણાવ્યું કે, યોગ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે શારીરિક અને માનસિક એમ બંને રીતે મજબૂત થઈ શકાય છે. યોગ, ધ્યાન કરવાથી મને મારી જાતને ઓળખવાની તક મળી છે. સૌપ્રથમ મેં નેટ ઉપર માહિતી મેળવી હતી અને એ બાદ આ સંસ્થાનો સંપર્ક કરી મારા લક્ષ્યાંકને મેં હાંસલ કર્યો છે અને આજે આ ચાર વિશ્વ(world) રેકોર્ડ મેં મારા નામે કર્યા છે. નિયમિત યોગ, ધ્યાન કરવાથી પોઝેટીવ ઉર્જા ઉત્પન્ન થશે અને જીવનને આગળ વધારશે.