ગોધરાના ભુરાવાવ-લુણાવાડા રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરવા ટ્રાફિક ડ્રાઈવ યોજી દબાણો દુર કર્યા

ગોધરા,ગોધરા શહેરના ભુરાવાવ-લુણાવાડા રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે પ્રાંત અધિકારી, પાલિકા વિભાગ સાથેની ટીમ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામં આવી હતી. ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરવામાં આવ્યા. જ્યારે 15 મીટર અંદરના પાકા દબાણકર્તાઓને નોટીસ આપવામાં આવી.

ગોધરા ભુરાવાવ વિસ્તારના લુણાવાડા હાઈવે રોડ ઉપર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર થયેલ દબાણો દુર કરવા માટે ડ્રાઈવ હાથ ધરાઈ હતી. આજરોજ લુણાવાડા રોડ ઉપર દબાણો દુર કરવા યોજવામાં આવેલ ટ્રાફિક ડ્રાઈવમાં પ્રાંત અધિકારી, મામલતદા, પાલિકા ચીફ ઓફિસર, માર્ગ-મકાન વિભાગ, આર.ટી.ઓ., મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમો જોડાઈ હતી અને ભુરાવાવ થી લુણાવાડા હાઈવે સુધીના ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાઓ તેમજ રોડની આગળ લારી ગલ્લાઓના રોડના દબાણો દુર કરવામાં આવ્યા હતા. રોડની 15 મીટરની અંંદર જે પાકા દબાણો કરાયા છે. તેની નોટીસ અપાઈ છે. ટુંંક સમયમાં આવા દબાણો દુર કરાશે.