દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના વિકાસશીલ ગણાતા મોટીઝરી ગામ ખાતે આવેલ પ્રા.શાળામાં ભણતા બાળકો માટે જમવાનુ તેમજ સાંજના સમયે નાસ્તો બનાવવા માટે હાલમાં જે રસોડાનુ મકાન છે તે મકાન જર્જરિત અવસ્થામાં દેખાઈ રહ્યુ છે. મોટીઝરી પ્રાથમિક શાળામાં છ જેટલા જર્જરિત બનેલા ઓરડા તોડી પાડી નવા ઓરડા બનાવવા માટે મંજુરી પણ સરકાર તરફથી આપવામાં આવેલ છે. પરંતુ મઘ્યાહન ભોજન યોજનાના રસોડાના વર્ષો જુનુ બાંધકામ જર્જરિત બન્યુ છે. અધિકારીઓને રસોડાના જુના ઓરડાનુ નવુ સુવિધાસભર મકાન બનાવી આપવા માટે રજુઆત પણ કરવામાં આવતી હોય છે. છતાંય પણ જવાબદાર તંત્રની નિષ્કાળજીના કારણે રસોડાનુ નવીન મકાન હજુ બન્યુ નથી.