અંકિતાને વિકી અને ખાનજાદી વચ્ચે વધતી જતી મિત્રતાથી અંકિતા બળી ઉઠી છે. બિગ બોસના તાજેતરના એપિસોડમાં, આપણે વિકીને અંકિતાને કહેતા જોઈશું કે ખાનજાદી તેના કરતાં વધુ સારી રસોઈ બનાવે છે, આ શબ્દો સાંભળીને અંકિતા ગુસ્સે થઈ જાય છે. વાસ્તવમાં, કિચનમાં અંકિતા વિકીને કહેશે કે તે તેના માટે ચીલા બનાવવા જઈ રહી છે
બિગ બોસમાં રોજ નવા નવા ડ્રામાં આપણે જોઈ રહ્યા છે. ક્યારેક કોઈ પોતાના મીત્રોનો દુશ્મન બની જાય છે તો કોઈ પોતાની ગેમ માટે પોતાના જ પતિ અને પત્નીથી ઝઘડા કરી રહ્યુ છે. ત્યારે આ શોમાં બે કપલ છે . જેમાંથી એકઅંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન બિગ બોસ 17 ના ઘરમાં એકસાથે પ્રવેશ્યા હતા, પરંતુ રમતની દ્રષ્ટિએ તેમના રસ્તાઓ સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે. તેઓ દરેક નાની વાતે એકબીજાથી ઝઘડતા કેટલીય વાર જોવા મળ્યા છે.
હંમેશા ‘અંકિતાના પતિ’ તરીકે ઓળખાતા વિકી જૈનને હવે બિગ બોસમાં પોતાની એક નવી ઓળખ બનાવવાની છે અને તેથી જ તેની પત્નીને પાછળ છોડીને વિકી શોમાં સામેલ અન્ય સ્પર્ધકો તરફ મિત્રતાનો હાથ લંબાવતો જોવા મળે છે. સના રઈસ ખાનની હકાલપટ્ટી પહેલા તેની અને સના વચ્ચે ખાસ મિત્રતા હતી. હવે સનાની હકાલપટ્ટી થતાં જ વિકી જૈને રેપર ખાનઝાદી તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે.
અંકિતાને વિકી અને ખાનજાદી વચ્ચે વધતી જતી મિત્રતાથી અંકિતા બળી ઉઠી છે. બિગ બોસના તાજેતરના એપિસોડમાં, આપણે વિકીને અંકિતાને કહેતા જોઈશું કે ખાનજાદી તેના કરતાં વધુ સારી રસોઈ બનાવે છે, આ શબ્દો સાંભળીને અંકિતા ગુસ્સે થઈ જાય છે. વાસ્તવમાં, કિચનમાં અંકિતા વિકીને કહેશે કે તે તેના માટે ચીલા બનાવવા જઈ રહી છે, પરંતુ વિકી તેને કહેશે કે તેને અંકિતાની ‘રસોઈ કુશળતા’ પર કોઈ વિશ્વાસ નથી અને અંકિતા કરતાં ખાનજાદી વધુ સારું ભોજન બનાવે છે. તેની વાત સાંભળીને અંકિતા વિકી પર ગુસ્સે થઈ જશે.
જ્યારે અંકિતાએ વિકી સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિકી તેના પર ભડકી ઉઠે છે કે વ્યવસ્થિત રીતે બોલજે, તારે વાત કરવી જ હોય તો નમ્રતાથી વાત કર, નહીં તો ના કર. વિકીની વાત સાંભળીને અંકિતા તેના પતિને જવાબ આપશે અને કહેશે કે હું તારી સાથે નમ્રતાથી વાત કરતી હતી, પણ તું જ આવી વાત કરે છે. વિકી પણ અંકિતા સામે પલટવાર કરતો જોવા મળશે અને કહી રહ્યો છે કે આ પહેલા તું નમ્રતાથી વાત નહોતી કરતી.