પૂર્વ કેન્દ્રીય મંત્રી સીએમ ઈબ્રાહિમે એચડી દેવગૌડાને પ્રમુખ પદેથી હટાવ્યા

પૂર્વ કેન્દ્રીય મંત્રી સીએમ ઈબ્રાહિમે કહ્યું કે બેંગ્લોરમાં એક બેઠકમાં અમે એચડી દેવગૌડાને પ્રમુખ પદેથી હટાવ્યા છે. સીકે નાનુ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. અમે તેમને તમામ રાજ્ય સમિતિઓની રચના કરવાની સત્તા આપી છે. જેડી(એસ)ના બળવાખોર જૂથે સીકે સાનુને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના સ્થાને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેર કર્યા હતા.

આ બળવાખોર જૂથને સીએમ ઈબ્રાહિમ જેવા નેતાઓનું સમર્થન હતું. સાનુને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેઓ કેરળ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

અહીં બળવાખોર જૂથની નેશનલ કોન્ફરન્સની બેઠક નાનુએ બોલાવી હતી. બેઠકમાં બળવાખોર જૂથે પોતાને ઓરીજનલ જેડીએસ જાહેર કરી અને ’ઇન્ડિયા’ ગઠબંધનને સમર્થન જાહેર કર્યું. બળવાખોર જૂથે ગૌડાના ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં જોડાવાના નિર્ણય બદલ આ નિવેદન આપ્યું છે.

તેમણે આ અંગે ચૂંટણી પંચનો સંપર્ક કરવાનો અને પક્ષ પર પોતાનો દાવો દાખવવા માટે જરૂરી કાયદાકીય પગલાં ભરવાનો પણ નિર્ણય કર્યો છે. દેવેગૌડાની આગેવાની હેઠળના જેડીએસએ શનિવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે ઇબ્રાહિમ અને નાનુને હાંકી કાઢ્યા હતા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ઈબ્રાહિમે બેઠક બાદ કહ્યું કે ૯૨ વર્ષની ઉંમરે તમે (એચડી દેવગૌડા) લોક્સભામાં તમારા બાળકો માટે બે બેઠકો માટે વિચારધારા છોડી દીધી હતી. તેમણે કહ્યું, ’અમે તેમને (દેવ ગૌડા)ને ત્રણ તક આપી. અમે ૧૬ ઓક્ટોબરે અહીં એક બેઠક યોજી હતી. ૯ નવેમ્બરના રોજ અમે કેરળમાં એક બેઠક યોજી અને નિર્ણય (ભાજપ સાથે જવાનો) બદલવા વિનંતી કરી. તમે (ગૌડા) બદલાયા નથી. આખરે આજે ૧૧મી ડિસેમ્બરે બેંગ્લોરમાં મળેલી બેઠકમાં અમે તેમને પ્રમુખ પદેથી હટાવ્યા હતા. સીકે નાનુ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. અમે તેમને તમામ રાજ્ય સમિતિઓની રચના કરવાની સત્તા આપી છે.

ઈબ્રાહિમે આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દેવેગૌડાએ પાર્ટીની બિનસાંપ્રદાયિક વિચારધારા વિરુદ્ધ નિર્ણયો લીધા. અમારી પાર્ટીનું બંધારણ પોતે જ કહે છે કે કોઈપણ સાંપ્રદાયિક પક્ષ સાથે કોઈ જોડાણ ન હોવું જોઈએ. જો આવા સંબંધો હોય તો આવી વ્યક્તિ જેડી(એસ)નો સભ્ય ન હોઈ શકે. દેવેગૌડા વિચારધારાની વિરુદ્ધ ગયા છે. તેથી તેમને આજના પૂર્ણ સત્રમાંથી હટાવવામાં આવ્યા છે. તેમના સ્થાને નવા અધ્યક્ષ ની નિમણૂક કરવામાં આવી છે.