
લુણાવાડા,મહીસાગર જીલ્લાના પોસ્ટ વિભાગના GDS કર્મચારીઓ પડતર માગોને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે, લુણાવાડા પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થઈ સુત્રોચાર કરી પોતાની પડતર માગોને લઈ રજુઆત કરી હતી. હાલ લુણાવાડા પોસ્ટ ઓફિસ ખાતે 50 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. તેમજ મહીસાગર જીલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ GDS કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
હડતાળ પર ઉતરેલા GDS કર્મચારી પ્રિયંકાબેનએ જણાવ્યું હતું કે, આજે અમે સૌ GDS ભાઈ બહેનો હડતાળ પર છીએ, અમારી પાંચ માગો છે, જે હજી સુધી સ્વીકારવામાં આવેલ નથી. જેમાં અમને પાંચ લાખ મેડિકલ સહાય, ગ્રેજ્યુએટી 5 લાખની, આઠ કલાકની નોકરી આપો અને બીજી મેડિકલ ફેસિલિટી આપો, પુરા દેશભરમાં આ હડતાળ ચાલે છે, તેમજ મહીસાગર જીલ્લામાં લુણાવાડાની એસઓની 30 BO અને બાકોર,પાંડરવાડા, કોઠંબા, મલેકપુર, દિવડા એસઓ જેમાં અંદાજીત 300 થી વધુ GDS કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે.