ગોધરા વ્હોરવાડ આમલી ફળીયાના બળાત્કારના આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરાઈ

ગોધરા,ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે આરોપીએ ફરિયાદીના અશ્ર્લીલ ફોટા પાડી ફોટો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર કર્યાના ગુન્હામાં આરોપીના આગોતરા જામીન અરજી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ નામંજુર કરી.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા વ્હોરવાડ આંબલી ફળીયામાં રહેતા અલીઅસગર હમજાભાઇ માતરીયાવાલા એ ફરિયાદીની જાણ બહાર અશ્ર્લીલ ફોટો પાડી ફરિયાદીને ફોટો બતાવી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર કર્યાની ફરિયાદ આપેલ હતી. આરોપી અલીઅસગર હમજાભાઇ માતરીયાવાલાએ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં આગોતરા જામીન અરજી નંં.901/2023 દાખલ કરેલ જે પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલો તથા તપાસ અધિકારીએ રજુ કરેલ એફિડેવીટ પોલીસ તપાસના પેપરને ધ્યાને લઈ આરોપી અલીઅસગર હમજભાઇ માતરીયાવાલાના આગોતરા જામીન અરજી નામંજુર કરેલ છે. આરોપીની ફરિયાદ દાખલ થયા બાદ દુબઈ ભાગી ગયેલ હોય તે બાબતને ધ્યાને લઈ આરોપીના આગોતરા જામીન અરજી રદ કરી દાખલો બેસે તેવો ચુકાદો આપેલ છે.