લીમખેડાના મોટા હાથીધરા ગામે બાઈક પરથી પટકાયેલા ચાલક ઉપર ટ્રક ફરી વળતા મોત

લીમખેડા, મઘ્યપ્રદેશના નીમચ શહેર નજીક બોરખેડી કલા ગામે રહેતા અને વડોદરામાં ફરસાણનો ધંધો-વેપાર કરતા પ્રેમશંકર રામેશ્ર્વર મેઘવાલ બાઈક ઉપર મઘ્યપ્રદેશના નીમચથી વડોદરા જઈ રહ્યા હતા તે દરમિયાન લીમખેડા નજીક મોટા હાથીધરા ગામેથી પસાર થતાં સમયે બાઈકના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સાથે રસ્તા ઉપર પટકાયા હતા. તે સમયે પાછળથી પુરપાટ આવતી ટ્રક નીચે આવી જતાં ટ્રકના પૈડા પ્રેમશંકર મેઘવાલ ઉપર ફરી વળતા ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. બનાવ સંદર્ભે મૃતકના ભાઈ કમલેશ મેઘવાલે ટ્રક ચાલક વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.