ઘોઘંબા, ઘોઘંબામાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવતો જ નથી. ત્યારે રેફરલ હોસ્પિટલ આગળ આવેલ મુખ્ય બજારની દુકાનોમાં ખરીદી માટે આવતા લોકો રોડની ઉપર જ આડેધડ પોતાની ગાડીઓ પાર્ક કરી જતા રહેતા હોય છે. જેને કારણે અવર જવર કરતા વાહનચાલકો, સરકારી બસો, ઈમરજન્સી એમ્બ્યુલન્સને ભારે મુશ્કેલી પડતી હોય છે. વારંવાર રજુઆતો કરવા છતાં પણ ઘોઘંબામાં કરવામાં આવેલ દબાણો દુર નથી કરાતા કે આડેધડ પાર્કિંગ કરેલ વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. તેમ છતાં ઘોઘંબાના તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. ઘોઘંબામાં પીડબ્લ્યુડી દ્વારા ડિવાઈડર સાથે રસ્તો પહોળો કરવાની ગ્રાન્ટના રૂપિયાથી ફકત કાગળ પર જ રોડ બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રશાસન દ્વારા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.