દાહોદ પેટલાદ ચાંગા નર્સિંગમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

પેટલાદ, પેટલાદ તાલુકાના ચાંગા સ્થિત નર્સિંગનો અભ્યાસ કરતી વિધાર્થીનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મહેળાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મુળ દાહોદની અને હાલમાં ચાંગા યુનિવર્સિટીમાં નર્સિંગનો અભ્યાસ કરતી 20 વર્ષિય વિધાર્થીની દિવ્યા વિજયભાઈ ભાભોર કોલેજ ગઈ ન હોવાથી તેની હોસ્ટેલમાં જ રોકાઈ ગઈ હતી. દરમિયાન તેની બહેનપણીઓ કોલેજ ગયા બાદ ધરે પરત ફરતા હોસ્ટેલના રૂમનુ દ્રશ્ય જોઈને તેઓ ડઘાઈ ગઈ હતી. તેમણે બુમરાણ મચાવતા હોસ્ટેલની અન્ય વિધાર્થીનીઓ અને રેકટર સહિતનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. આ અંગેની જાણ મહેળાવ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. યુવતિએ દુપટ્ટાનો ગાળિયો બનાવી પંખા સાથે બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે પોલીસની તપાસમાં કોઈ અંતિમચિઠ્ઠી મળી ન હોય તેના મોતનુ કારણ હજુ અકબંધ છે.