લોક્સભામાંથી બરતરફીને મહુઆ મોઈત્રાએ સુપ્રિમ કોર્ટમાં પડકારી

નવીદિલ્હી, સાંસદમાં પ્રશ્ર્ન પૂછવાના બદલામાં ગીફટ મેળવવાના વિવાદિત પ્રકરણમાં લોક્સભામાંથી બરતરફ કરાયેલા તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રાએ હકાલપટ્ટીને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. મહુઆ મોઈત્રાએ સંસદના પોર્ટલનો લોગઇન પાસવર્ડ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાનીને આપ્યો હતો. પ્રશ્ર્ન પૂછવા બદલ મોંઘી ગીફટ મેળવ્યાનું જાહેર થયું હતું.

તૃણમુલ નેતાએ બરતરફીના આ પગલાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યું છે. એથિક્સ કમીટીને બરતરફીનો અધિકાર નથી એટલું જ નહીં ઉદ્યોગપતિ પાસેથી નાણાં મેળવ્યાના કોઇ પુરાવા નથી એટલું જ નહીં પોતાના પૂર્વ ભાગીદાર અનંત દેહાદી કે હિરાનંદાનીની ઉલટ તપાસ કરવાની પોતાને તક આપવામાં આવી નહતી. બરતરફી બાદ મોઈત્રા એ ભાજપ સામે નિશાન તાક્યું હતું અને આવતા ૩૦ વર્ષ સુધી તેની સામે લડવાની તૈયારી છે.