બ્રિટનના ત્રીજા ભાગના વિઝા ભારતીયોને અપાયા: ૧૩ ટકા સાથે ચીન બીજા ક્રમે

નવી દિલ્હી, વિદેશોમાં માત્ર કરવા જવાનો જ નહીં પરંતુ કાયમી ધોરણે સ્થાયી થવાનો ભારતીયોનો લગાવ જાણીતો છે. બ્રિટને ગત સપ્તાહમાં જ ઇમીગ્રેશન નિયમોમાં અત્યાર સુધીનો સૌથી આકરો સુધારો જાહેર કર્યો છે છતાં બ્રિટન દ્વારા ઇસ્યુ થતાં કુલ વિઝામાંથી ત્રીજા ભાગના ભારતીયોને મળ્યા છે. બીજાક્રમે ચીનના નાગરિકોને વિઝા ઇસ્યુ થયા છે. વિશ્ર્વભરના પ્રવાસીઓમાં સૌથી મોટું આકર્ષણ ધરાવતા બ્રિટને જાુન-૨૦૨૩ના પુરા થયેલા વર્ષમાં કુલ ૧૮ લાખ વિઝા ઇસ્યુ કર્યા હતા જે ૨૦૨૨ની સરખામણીએ ડબલ હતા.

જુન ૨૦૨૩ના પુરા થયેલા વર્ષમાં બ્રિટનના કુલ વિઝામાંથી ૩૦ ટકા ભારતીયોને આપવામાં આવ્યા હતા. બીજા ક્રમે ચીનના નાગરિકોને ૧૩ ટકા નાઇઝીરીયન્સને ૬ ટકા તથા તૂર્કીના નાગરિકોને ૬ ટકા વિઝા આપવામાં આવ્યા હતાં. ભારતીયોમાં વિઝા મેળવવા વધતી અરજીઓને આધારે વીએફએસ ગ્લોબલ દ્વારા અલ્હાબાદ, ક્લીકટ, દેરહાદુન, ઇન્દોર, થાણે જેવા ટાયર-ટુ શહેરોમાં કામચલાઉ વિઝા અરજી સેન્ટરો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કદમનથી બ્રિટીશ વિઝા મેળવવા માંગતા લોકોને મહાનગરો સુધીના ધક્કા બચશે. નાણાંની બચત થઇ શકશે.

બ્રિટનના વિઝા માટે તગડી ફી ચૂકવવી પડતી જ હોય છે તેમાં લોકોને રાહત થશે. છ મહિના માટેના સ્ટાંડર્ડ વિઝાની ફી રૂા.૧૨૬૧૫ છે જ્યારે બે વર્ષ માટે ૪૩૮૭૯ પાંચ માટે રૂા.૮૪૫૭૭, ૧૦ વર્ષ માટે ૧૦૫૬૩૯ની વિઝા ફી ચૂકવવી પડતી હોય છે. બ્રિટીશ સરકારે ગત ઓક્ટોબરમાં જ વિઝા ફીમાં વધારો જાહેર કર્યો હતો. કોવિડકાળ બાદ કેનેડાની સાથોસાથ બ્રિટને ભારતીયો માટેની વિઝા પ્રોસેસનો સમય ઘટાડયો હતો. કોરોનાકાળ બાદ વિદેશ પ્રવાસે જનારા ભારતીયોની સંખ્યા ઘણી વધી હતી, ચીનમાં નિયંત્રણો મોડા ઉઠ્યા હતા. એટલે અન્ય દેશો તરફ પ્રવાહ વધ્યો છે.