મુંબઇ, પરીક્ષિત સાહનીએ જણાવ્યું કે પીકેમાં આમિર ખાને મને ખરેખર તમાચો મારવા કહ્યું હતું. તેની ઇચ્છા હતી કે એ સીન રિયલ દેખાવો જોઈએ. રાજકુમાર હીરાણીની આ ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા અને સુશાંત? સિંહ રાજપૂત લીડ રોલમાં હતાં. આમિરના કામની પ્રશંસા કરતાં પરીક્ષિત સાહનીએ કહ્યું કે ’મારે એ ફિલ્મના એક સીનમાં આમિરને તમાચો મારવાનો હતો.
આમિર ફૅન્ટૅસ્ટિક ઍક્ટર છે. મને એ ખૂબ ગમે છે. મેં જ્યારે તેને અમસ્તો જ તમાચો માર્યો ત્યારે તેણે મને કહ્યું કે ‘તમે મને તમાચો મારો.’ મેં તેને કહ્યું કે ‘હું તને કેવી રીતે મારી શકું?’ એટલે તેણે કહ્યું, ‘ના, ના, તમારે મને તમાચો મારવો જ પડશે…’ ખૂબ ઓછા ઍક્ટર્સ આવું કરે છે. તે અતિશય ગ્રેટ ઍક્ટર છે. આ જ કારણ છે કે તે સ્ક્રિપ્ટને ખૂબ સારી રીતે સમજે છે.’
આમિરની ‘તારે ઝમીન પર’ની પ્રશંસા કરતાં પરીક્ષિત સાહનીએ કહ્યું કે ‘તેની ફિલ્મ ‘તારે ઝમીન પર’ જોયા બાદ મને ખૂબ રડવું આવ્યું હતું. બહુ સુંદર ફિલ્મ હતી એ. ખૂબ સરસ રીતે ડિરેક્ટ થઈ હતી અને લખાઈ હતી. બાળકો સાથે કામ કરવું અઘરું હોય છે.’