દે.બારીયાના નાના પુવાળા ગામે ફોર વ્હીલએ બાઈકને ટકકર મારતાં બે પૈકી એક યુવાનનું મોત

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાના પુવાળા ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર બે યુવકોને અડફેટમાં લેતાં બે પૈકી એક યુવકનું મોત નીપજ્યાંનું જ્યારે અન્ય યુવકને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ગત તા.09 ડિસેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના નાના પુવાળા ગામે સફારી પેટ્રોલ પંપની સામે રોડ ઉપર એક ઓમની વાનના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી બુલેટ મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા રણજીતભાઈ રામસીંગભાઈ બારીઆ તથા તેમની સાથે મયંકભાઈ અજમેલભાઈ બારીઆ (બંન્ને રહે. કેલીયા, તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ) નાની મોટરસાઈકલને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં બંન્ને યુવકો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતા. જેને પગલે રણજીતભાઈને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મયંકભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે નિશાળ ફળિયામાં રહેતાં રામસીંગભાઈ છગનભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.