દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના શાકરીયા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

દાહોદ,વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના શાકરીયા ગામે રથ આવી પહોંચતા ઢોલ શરણાઈ સાથે પરંપરાગત રીતે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉધબોધન કરતા મામલતદાર રાજેશ્ર્વરીબેન ઝાલા એ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આ યોજના અને કાર્યક્રમનો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય, ખેતીવાડી, આઇસીડીએસ સહિતના વિભાગના સ્ટોલ દર્શન અને વિવિધ યોજનાઓની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે રાજ્યની સાથે સમગ્ર જીલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેનો વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્યો, જીલ્લા પંચાયતના સભ્યો, સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.